વડોદરાઃ બિલ્ડિંગના પાંચમા માળે લઈ જઈને સ્કૂલવાન ચાલકે વિદ્યાર્થિની પર ગુજાર્યો બળાત્કાર, યુવતીએ બૂમાબૂમ કરતાં શું થયું?
યુવતીની માતાએ હિંમત બતાવીને ફરિયાદ કરી છે અને લોકોને અપીલ કરી છે કે, અન્ય કોઈ યુવતીઓ જોડે આ જયેશ ખરાબ કામ કર્યું હોય, તો તેઓ સામે આવે. અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે યુવતીનું એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. બળાત્કારી જયેશને પણ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી તેની ધરપકડ બતાવવામાં આવી નથી.
અહીં જયેશ ભરવાડે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, અહીં બૂમરાણ મચતાં આસપાસથી લોકો એકઠા થઈ જતાં બળાત્કારી જયેશની કરતૂતો સામે આવી ગઈ હતી. આ પછી યુવતીની માતાએ આજે બાપોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે જયેશની અટકાત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને 9માં ધોરણમાં અભ્યાસ કરતી યુવતી વાનમાં સ્કૂલે જતી હતી. આ વાનનો ચાલક જયેશ ભરવાડ યુવતીને ધાકધમકી આપીને છેલ્લા ત્રણ મહિનાથી બળાત્કાર ગુજારતો હતો. જયેશની ધમકીને પગલે યુવતી ઘરે કોઈને વાત કરતી નહોતી. દરમિયાન ગઈ કાલે પણ સ્કૂલ છૂટ્યા પછી જયેશ તેને આજવા રોડ પર આવેલી પાંચ માળની બિલ્ડિંગ પર લઈ ગયો હતો.
વડોદરાઃ શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર સ્કૂલ વાનચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં હોબાળો મચી ગયો છે. ગઈ કાલે સ્કૂલ છૂટ્યા પછી વાનચાલકે યુવતીને આજવા રોડ પર આવેલી પાંચ માળની બિલ્ડિંગ પર લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. અહીં બૂમરાણ મચતા લોકો એકઠા થઈ ગયા હતા. આ પછી યુવતીની માતાએ બળાત્કારની ફરિયાદ કરી છે.