વડોદરાઃ અંગ્રેજી મીડિયમની ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે વાનચાલકે કેવી ધમકી આપીને બાંધ્યા શારીરિક સંબંધ ?
વડોદરાઃ વડોદરામાં એક સ્કૂલવાન ચાલકે નવમા ધોરણમાં ભણતી એક સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ ઉપર આવેલી હાઇસ્કૂલની ધોરણ-9ની વિદ્યાર્થીની પર સ્કૂલવાન ચાલકે રેપ ગુજારતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે વાન ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી સમયસર ન આવતા તેને ફોન કર્યો હતો. પરંતુ, તેણે વળતો જવાબ આપ્યો કે, હું શાકભાજી લઇને આવી રહી છું. થોડીવાર પછી પાડોશમાં રહેતા બહેનનો ફોન આવ્યો કે, તારી દીકરીને સયાજી ટાઉનશિપ રોડ ઉપર મુખ્યમંત્રી આવાસ પાસે કેમ મોકલી છે? તેમ જણાવતા હું ચોંકી ઉઠી હતી. દરમિયાન તેણી ઘરે આવ્યા બાદ તેની પૂછપરછ કરતા તેણે હવસખોર સ્કૂલવાન ચાલક જયેશ ભરવાડે આચરેલા કૃત્યનો ભાંડો ફોડ્યો હતો.
પીડિતાની માતાએ જણાવ્યું કે, સાંજના સમયે તે ટ્યુશનથી ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તે તેની સહેલી સાથે સ્કૂટી લઇને શાકભાજી લેવા માટે આજવા રોડ ઉપર ગઇ હતી. તે સમયે હવસખોર જયેશે તેને ફોન કરીને મુખ્યમંત્રી આવાસ ખાતે બોલાવી હતી.
અહીં જયેશ ભરવાડે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, અહીં બૂમરાણ મચતાં આસપાસથી લોકો એકઠા થઈ જતાં બળાત્કારી જયેશની કરતૂતો સામે આવી ગઈ હતી. આ પછી પીડિતાની માતાએ આજે બાપોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે જયેશની અટકાત કરી છે.
મળતી વિગતો અનુસાર, પીડિતા છેલ્લા એક વર્ષથી આજવા રોડ ઉપર આવેલા ક્રિષ્ણાનગરમાં રહેતા જયેશ ભરવાડની સ્કૂલવાનમાં સ્કૂલમાં જાય છે. છેલ્લા છ માસથી જયેશ ભરવાડ તેને હેરાન કરતો હતો. સ્કૂલ છૂટ્યા બાદ જયેશ પીડિતાને સ્કૂલ છૂટ્યા પછી તેને આજવા રોડ પર આવેલી પાંચ માળની બિલ્ડિંગ પર લઈ ગયો હતો.
પીડિતાએ જણાવ્યું હતું કે, વાન ચાલકે મારા મોંઢા પર એસિડ ફેંકવાની ધમકી આપી અને મારા બે ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રેપ કર્યો હતો. સ્કૂલ છૂટ્યા બાદ સયાજી ટાઉનશિપ રોડ ઉપર આવેલા મુખ્યમંત્રી આવાસના 5માં માળે લઇ જઇ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -