સુહાગરાતે પતિએ સેક્સ માણવાની પાડી ના, પછી દોઢ વર્ષ સુધી ન બાંધ્યા સંબંધ, કારણ જાણી ચોંકી જશો
વડોદરાઃ મેટ્રોમોનિયલ વેબસાઇટ શાદીડોટકોમ મારફતે મુંબઇનાં યુવક સાથે લગ્ન કરનાર વડોદરાની યુવતીના પગ નીચેથી જમીન ત્યારે સરકી ગઇ કે જ્યારે તેને ખબર પડી કે તેનો પતિ નપુંસક છે. યુવકે કરોડપતિ બિઝનેસમેનની છાપ ઊભી કરી પ્રિયા(નામ બદલ્યું છે) સાથે લગ્ન કર્યા હતા. જોકે, પતિએ પહેલી જ રાતે પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે પ્રિયાએ સાસુ- સસરાને જણાવતાં તેઓએ એવો બચાવ કર્યો હતો કે તેમના દીકરાની જન્મકુંડળીમાં પ્રથમ બાળક ખોડખાપણવાળું આવશે તેવું હોઇ તે તારી સાથે સંબંધ બાંધશે નહીં. જોકે એ પછી પરિણીતાને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પરિણીતાએ આ અંગે પતિ અને સાસુ, સસરા વિરુધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાનાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી ૩૯ વર્ષીય પ્રિયા શાદીડોટકોમ થકી મુંબઇ ડોંબીવલીમાં રહેતા પરેશ(નામ બદલ્યું છે)ના સંપર્કમાં આવી હતી. પરેશે પોતાનો કેમિકલનો મોટો બિઝનેસ છે, તેમજ પપ્પાની ચાર ફેક્ટરીમાં ભાગીદારી છે, તેમ જણાવી પ્રિયાનો વિશ્વાસ કેળવ્યો હતો.
એટલું જ નહીં, મુંબઇની વ્યસ્ત જીવન શૈલીથી કંટાળી ગયા હોય વડોદરા જેવા નાના શહેરમાં ટૂંકમાં જ એક કરોડ રૂપિયાનો બંગલો લઇને સેટ થવાના છીએ, તેમ જણાવ્યું હતું. આ બધી વાતો કરીને પ્રિયાને પોતે કરોડપતિ હોવાની છાપ ઉપસાવી હતી. પ્રિયા રાજી થઈ જતાં બંનેએ ઇલોરાપાર્કના જલારામ મંદિરમાં તા.૩૦-૪-૨૦૧૫ ના રોજ સાદાઇથી મેરેજ કરી લીધા હતા.
જોકે, લગ્ન પછી સાસરીમાં રહેવા ગયેલી પ્રિયાને સુહાગરાતે જ કડવો અનુભવ થયો હતો. તેનો પતિ બહાનું બતાવીને જતો રહ્યો હતો. લગ્ન પછી પરેશે ત્રણથી ચાર વખત પ્રિયા સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિષ્ફળ જતાં પતિ નપુંસક હોવાની ખાતરી પત્નીને થઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -