વડોદરા BJPની ટોચની મહિલા નેતાએ PM મોદીને કર્યું ટ્વિટ કરીને શું લખ્યું, જાણો વિગતે
તેઓના વિસ્તારોમાં તેઓએ સારા કામો પણ કર્યા છે. તેઓને રિપીટ કરે તો તેની સામે મને વ્યક્તિગત કોઈ વાંધો નથી, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણી માટે જો નવા ઉમેદવાર પસંદ કરવાના હોય તો પાર્ટીએ સ્વચ્છ, ઈમાનદાર અને નિર્વિવાદ ઈમેજ ધરાવતા ઉમેદવારને જ ટિકિટ આપવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદીને ટ્વિટ કરીને ચર્ચામાં આવેલા વોર્ડ નંબર 10નાં કાઉન્સિલર અને વડોદરા મહાનગર સેવાસદનમાં ડેપ્યુટી મેયર રહી ચૂકેલા મહિલા કાઉન્સિલર સુનિતા શુક્લએ જણાવ્યું હતું કે વડોદરાના વર્તમાન પાંચેય ધારાસભ્યો સારા છે. પક્ષ તેમને રિપીટ કરે તો પણ વાંધો નથી, પરંતુ નવા ઉમેદવારોની પસંદગી કરે તો ભાજપાની ઈમેજ ન બગડે તેવા વ્યક્તિની પસંદગી કરવા માટે મેં મારા મનની વાત વડાપ્રધાન અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષને કરી છે.
સુનિતા શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે હું અત્યાર સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી નહતી. પરંતુ મેં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવારોની પસંદગી માટે ટ્વિટ કર્યું છે અને મારા મનની વાત કરી છે. આ લાગણી મેં કોઈ હોદ્દાના રૂએ વ્યક્ત નથી કરી. પરંતુ શહેરના એક સામાન્ય નાગરિક તરીકે અને એક મતદાર તરીકે કરી છે.
વડોદરાનાં વર્તમાન પાંચ ધારાસભ્યોની ઈમેજ સારી નથી? તેવા એક પ્રશ્નના જવાબમાં તેમને જણાવ્યું હતું કે ના એવું નથી. વડોદરાના વર્તમાન પાંચેય ધારાસભ્યોની ઈમેજ સારી છે.
વડોદરા: વડોદરા ભાજપના મહિલા કાઉન્સિલરે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ટ્વિટ કરીને ચૂંટણીમાં સ્વચ્છ ઈમાનદાર અને નિર્વિવાદ ઈમેજ ધરાવતા વ્યક્તિને ટિકિટ આપવા માટે અપીલ કરી છે. મહિલા કાઉન્સિલરની આ ટ્વિટને પગલે વડોદરાના રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -