‘અમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરીએ છીએ પણ કેટલાક લોકોના કારણે અમને ભાજપથી નફરત છે’ ક્યાં લાગ્યા આવા પોસ્ટરો
જેના ભાગરૂપે આજે રહીશો દ્વાર રસ્તા ઉપર ઉતરી જઈ ‘હમને સુને આપકે મન કી બાત ઔર આપને કી દિલ તોડને કી બાત, 1 મીનિટ બચાને કે લિયે 37 કરોડ કી ફીઝુલ ખર્ચી ક્યું? WE LOVE NARENDRA MODI BUT BECAUSE OF SOME PEOPEL WE HATE BJP’ તેવા જુદા જુદા પોસ્ટરો લગાડી પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
રહેણાંક વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કોઈ જરૂર જ નથી તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે. જેથી સુસેન સર્કલ તરફથી તરસાલી રોડ ઉપર બનાવવામાં આવતા ફ્લાય ઓવરપ બ્રિજનો આસપાસનો સોસાયટીના રહીશો દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખયનીય છે કે સુસેન સર્કલથી તરસાલી તરફનો વિસ્તાર એ રહેણાંક વિસ્તાર છે. જ્યાં ફ્લાય ઓવરબ્રિજની કોઈ જરૂર જ નથી. ખરી જરૂર તો બરોડા ડેરીથી મકરપુરા તરફ જવાના રસ્તા ઉપર છે. કારણ કે ભારે વાહનોની અવર-જવર એ રસ્તા ઉપર વધારે છે.
પરંતુ સુસેન ટેક્સટાઈલની જગ્યાનો સોદો થતાંની સાથે શહેરના મોટા ગજાના નેતાઓએ અને ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી બિલ્ડરને ફાયદો થાય તેવા હેતુથી ફ્લાયઓવર બ્રિજની દિશા જ બદલી નાંખવામાં આવી હતી.
ટૂંક સમય પહેલા જ વડોદરા શહેરના સુસેન તરસાલી રીંગ રોડથી તરસાલી તરફ જતાં રસ્તા ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ બરોડા ડેરીથી મકરપુરા તરફ જવાના રસ્તે સુસેન સર્કલ ઉપરથી ફ્લાઈઓવર બ્રિજ બનાવાનું નક્કી થયું હતું.
વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે પણ સમાજના એક ચોક્કસ વર્ગના લોકોને પ્રમે અને લાગણી તો છે, પરંતુ મોદીના મંત્રીમંડળ અને કેટલાક સ્વાર્થી અને ભ્રષ્ટાચારી નેતાઓને કારણે ભાજપની છબી ખરડાઈ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ આજે જોવા મળ્યું હતું. જ્યાં જાહેર સ્થળ ઉપર સ્થાનિકો દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતાં કે, અમને નરેન્દ્ર મોદીથી પ્રેમ છે, પરંતુ કેટલાક લોકોના કારણે અમને ભાજપથી નફરત પણ છે. આ પોસ્ટર્સ વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર રહેતા કેટલાક શિક્ષીત વર્ગની રહીશો દ્વારા લગાડવામાં આવ્યા છે.