વડોદરાઃ યુવતીને છ વર્ષ નાના સગીર સાથે બંધાયા સંબંધ, લગ્ન પછી પણ ચાલુ રહ્યા સંબંધ, પતિને થઈ જાણ, પછી શું થયું ?
નિમીષાનો પતિ મિલન રાવ લેબ ટેક્નિશિયન છે. તેણે વાત કરવાના બહાને ક્રિષ્ણાને મળવા બોલાવેલો. મંગળવારે રાત્રે ક્રિષ્નાએ માતાને ફોન કરીને એવું કહ્યું હતું કે, નિમિષાના પિતાને હાર્ટ એટેક આવ્યો હોવાથી કડીથી વડોદરા આવું છું અને નિમિષાને લઈને કડી જઈશ. જો કે ક્રિષ્ના કડી ગયો જ ન હતો અને વડોદરામાં જ હતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૃતકની પ્રેમિકા નિમીષાએ એવો દાવો કર્યો છે કે, 'મારો પતિ મને ડિવોર્સ આપવા માટે તૈયાર હતો અને હું મારા પ્રેમીને પરણવાની હતી પણ મારા પતિએ મારા પ્રેમીને કપટથી બોલાવીને મારી નજર સામે જ હત્યા કરી નાંખી અને ફરાર થઇ ગયો છે.' જો કે ઝપાઝપી દરમિયાન નિમીષાએ પ્રેમીને કેમ ના બચાવ્યો એ સવાલ ઉભો છે.
ક્રિષ્નાની માતાએ બીજાં લગ્ન કર્યાં હતાં અને ક્રિષ્નાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ સેનેટરી ઇન્સ્પેકટર કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ત્યાં હાજર નિમિષાએ મિલન- ક્રિષ્નાને વચ્ચે પડીને છોડાવાની તસ્દી ના લેતાં પોલીસે નિમિષાની વર્તુણૂક સામે શંકા સેવી હતી અને તેને પણ આરોપી બનાવી છે.
તેમણે ઉમેર્યું કે લગ્ન પહેલાંથી નિમીષાને ક્રિષ્ના સાથે સંબંધ હતા અને એ વખતે ક્રિષ્ણાની વય માંડ 15 વર્ષની હતી. લગ્ન પછી પણ બંનેના સંબધો ચાલુ રહ્યા અને છેલ્લાં 2 વર્ષમાં બંનેને લાગવા માંડ્યું કે એકબીજા વિના રહી નહીં શકાય તેથી હવે બંને લગ્ન કરવા માંગતાં હતા.
ક્રિષ્નાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે ક્રિષ્ના સારાભાઇ સર્કલ પાસે કોલ સેન્ટરમાં નોકરી કરતો ત્યારે સગીરાવસ્થામાં જ ત્યાં નોકરી કરતી નિમિષા સાથે સંબંધ બંધાયો હતો. નિમિષાએ તે પછી લગ્ન કર્યાં અને પાંચ વર્ષના લગ્ન જીવનમાં નિમિષાને 2 વર્ષની પુત્રી છે પણ બંનેના સંબંધો ચાલુ રહ્યા હતા.
નિમીષા 26 વર્ષની છે જ્યારે ક્રિષ્ના તેનાથી છ વર્ષ નાનો હતો અને બંનેના સંબંધો બહુ આગળ વધી ગયા હતા. બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાનાં હતાં. નિમીષાના પતિ પણ ક્રિષ્ના સાથેના તેના સંબંધથી વાકેફ હતો. મનોમન તે ક્રિષ્નાથી રોષે ભરાયેલો હતો તેથી તેણે મનોમન તેને પાઠ ભણાવવા યોજના ઘડી કાઢી.
નિમીષાના કહેવા પ્રમાણે હત્યા કર્યા બાદ મિલન બાઇક લઇને ફરાર થયો હતો, જ્યારે નિમિષા ત્યાં જ ઉભી રહી હતી અને પહેલાં પોલીસને અને ત્યારબાદ ક્રિષ્નાના પરિવારને ફોન કરીને બનાવની જાણ કરી હતી. પોલીસે તત્કાળ સ્થળ પર જઇને નિમિષાની અટકાયત કરી લઇ તેની પૂછપરછ શરૂ કરી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે નિમીષા સુરેશભાઇ બારોટે (રહે. બરાનપુરા)નાં લગ્ન બાજવામાં રહેતા મિલન રાવ સાથે પાંચ વર્ષ પૂર્વે થયાં હતાં. લગ્ન બાદ નિમીષા બરાનપુરામાં 206, શ્રીરામ કોમ્પ્લેક્ષમાં રહેતા અને મોબાઇલ કંપનીમાં અમદાવાદ-કડી ખાતે નોકરી કરતા ક્રિષ્ના હિતેષ દેવકર (ઉં.વ.20) સાથે પ્રેમમાં પડી હતી.
ઘટના બાદ સ્થળ પર પહોંચેલા એફએસએલના અધિકારીઓના નિરીક્ષણમાં બહાર આવ્યું હતું કે ગળા પર સર્જિકલ બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયાર વડે અસંખ્ય ઘા કર્યા હતા. આ ઘસરકા ઊંડા અને લાંબા હતા, જેના કારણે શ્વાસનળીને ગંભીર નુકસાન થયુ હતું. શ્વાસનળી કપાઇ જવાના કારણે ક્રિષ્નાનું મૃત્યુ થયું હોવાનું તારણ એફએસએલે કાઢ્યું હતું.
ક્રિષ્ના નિમીષા પણ તેની સાથે ગઈ હતી. પત્નીના પ્રેમીને મળવા આવેલા મિલનને ક્રિષ્ના સાથે બોલાચાલી થયા બાદ બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં ક્રિષ્નાનું ટી શર્ટ પણ નિકળી ગયું હતું. ઉશ્કેરાયેલા મિલને બ્લેડ વડે ગળું કાપી ક્રૂરતાપૂર્વક ક્રિષ્નાની હત્યા કરી હતી. ઘટના સ્થળથી તૂટી ગયેલી બ્લેડનો ટુકડો પણ પોલીસને મળ્યો હતો.
વડોદરા: બદામડી બાગમાં બંધાઈ રહેલીબિલ્ડિંગમાં યુવકે પોતાની પત્નીની નજર સામે જ તેના પ્રેમીની હત્યા કરી એ ઘટનામાં પરીણિત યુવતી પણ શંકાના દાયરામાં આવતાં પોલીસે તેને પણ આરોપી બનાવી છે. પ્રેમી હિતેષની હત્યાની એકમાત્ર સાક્ષી તેની પ્રેમિકા નિમીષાએ પ્રેમીને બચાવવા કોશિશ ના કરી તેથી શંકાના દાયરામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -