વાહનોમાં CNG ભરાવવા માટે હવે લાંબી કતારોમાંથી મળશે મુક્તિ, રાજ્યમાં શરુ કરાશે 300 નવા CNG પંપ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે ઘરેલું વપરાશકારો ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે PNG નેટવર્કને પણ વ્યાપક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં CM રૂપાણીએ કહ્યું કે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન-પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ નિર્ણયના પરિણામે મુક્તિ મળશે. સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300થી વધારે નવા CNG સ્ટેશન શરૂ કરાશે. 

JOIN US ON

Whatsapp
Telegram