મુંબઇમાં રહેણાંક વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન, પાયલટ સહિત પાંચના મોત
Continues below advertisement
મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થઇ ગયું છે જેમા પાંચ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં પાયલટ, ત્રણ પેસેન્જર અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ક્રેશ થયા બાદ પ્લેન નિર્માણાધીન બિલ્ડિંગને જઇને ટકરાયું. વિમાનની ટક્કરને કારણે બિલ્ડિંગમાં આગ લાગી ગઇ હતી.
ઘટના મુંબઇના ઘાટકોપરના સર્વોદય નગર વિસ્તારમાં બની હતી. ઘટનાસ્થળ પર ફાયર બ્રિગ્રેડ પહોંચી ગઇ છે. આ વિમાનનું મોડલ VT-UPZ, કિંગ એર C90 છે.
Continues below advertisement