UP: બાંદામાં બસ પર વીજ તાર પડતાં લાગી આગ, 4 નાં મોત, 25 ઇજાગ્રસ્ત
લખનઉઃ બુંદેલખંડ અંચલના બાંદાથી હમીરપુર જઇ રહેલી એક બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ અચાનક બેકાબૂ થઇને વિજળીના થાંભલા સાથે ટકરાઇ હતી અને બાદમાં પલટી ખાઇ ગઇ હતી. વિજળીનો થાંભલો તૂટી જવાને કારણે વીજ તાર બસ પર પડતા અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. જેને કારણે બસમાં સવાર 25 લોકો દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા હતા.