એડ્વોકેટ્સ એક્ટમાં સૂચિત સુધારાઓનો વકીલોએ કર્યો વિરોધ, જલદ આંદોલનની આપી ચીમકી, જુઓ વીડિયો

અમદાવાદ: એડ્વોકેટ્સ એક્ટમાં સૂચિત સુધારાના વિરોધમાં રાજ્યભરના વકીલ મંડળોના મોવડીઓ અમદાવાદમાં એકત્રિત થયા. જેમાં કાયદા પંચે એડ્વોકેટ્સ એક્ટમાં સૂચવેલા સુધારાઓને તેમણે વકીલ વિરોધી અને લોકશાહી મૂલ્યોની વિપરીત ગણાવ્યા હતા. આગામી દિવસોમાં કાયદા પંચના વિરોધમાં ઉગ્ર આંદોલનની પણ વકીલોએ ચીમકી આપી હતી.

વલસાડ, જામનગર, અમદાવાદ, સુરત સહિતના તમામ જિલ્લાઓના વકીલોએ આગામી દિવસોમાં રસ્તાઓ ઉપર ઉતરીને પણ આંદોલનની ચીમકી આપી. એડવોકેટ એક્ટમાં સૂચિત સુધારા પ્રમાણે વકીલોની કથિત ગેરવર્તણૂક અંગે કડક પગલાં સૂચવાયા છે. જેમાં લાખો રૂપિયાનો દંડ અને સનદ રદ્દ થવા સુધીના પગલાં સૂચવાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola