કેપ ટાઉનમાં વિરાટને મૂકીને કોની સાથે ડાંસ કરી રહી છે અનુષ્કા? જુઓ Video
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ડિસેમ્બર મહિનામાં અચાનક મેરેજ કરીને દુનિયામાં બધાને સરપ્રાઈઝ આપનારા વિરુષ્કા એટલે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ સાઉથ આફ્રિકામાં છે. મેરેજ બાદ હનીમૂન અને બાદમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝ માટે વિરાટ સાથે અનુષ્કા પણ ત્યાં પહોંચી ગઈ છે.
કેપ ટાઉનમાં રસ્તા પર ઘણા લોકો ઉભા છે, પરંતુ અનુષ્કા શર્મા મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. એક ઈંગ્લીશ સોન્ગ પર તે ફની રીતેમાં ખુલ્લેઆમ મસ્તી ભર્યા અંદાજમાં ડાંસ કરી રહી છે. લેટેસ્ટ આવેલો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહી છે. વિરાટ કોહલીના ફેન પેજે આ વીડિયો શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે શું કોઈ અનુષ્કા શર્માની જેમ પોતાના પગને મૂવ કરી શકે છે. હાલમાં આ વીડિયોને ધ્યાનથી જોવામાં આવે તો તે શખ્સ સ્ટ્રીટ ડાન્સર દેખાઈ રહ્યો છે. આ પહેલા પણ અનુષ્કા પોતાના દિલ્હી અને મુંબઈના રિસેપ્શનમાં ડાંસ કરતી જોવા મળી હતી.