મમ્મીના મોતને 15 દિવસ પણ નથી થયા ને જાહનવીએ ઉજવ્યો બર્થ-ડે, જુઓ વીડિયો

મુંબઇઃ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી જાહનવી કપૂરે છ માર્ચના રોજ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. જાહનવીએ વૃદ્ધાશ્રમમાં જઇને પોતાનો 21મો જન્મદિવસ મનાવ્યો  હતો. નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ જાહનવીની માતા અને બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઇમાં બાથટબમાં પડવાને કારણે નિધન થયું હતું. 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જાહનવી એક વૃદ્ધાશ્રમમાં પોતાની બર્થ-ડે કેક કાપી રહી છે. ત્યાં  હાજર મહિલાઓ જાહનવી માટે બર્થ-ડે સોંગ ગાઇ રહ્યા છે. પોતાની માતા શ્રીદેવીના નિધન બાદ જાહનવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પત્ર પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જાહનવી ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર સાથે જોવા મળશે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola