ગુજરાતમાં કોંગ્રેસ માટે છેલ્લી તક છે, આ આપણા અસ્તિત્વનો સવાલ છેઃ અહમદ પટેલ

Continues below advertisement
આણંદઃ આજે આણંદ ખાતે કોંગ્રેસની જનવેદના રેલી યોજાઇ હતી. આ રેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના રાજકીય સલ્લાહકાર અહમદ પટેલે હાજરી આપી હતી. તેમણે રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ માટે આ છેલ્લી તક છે. આ આપણા અસ્તિત્વનો સવાલ છે. તેમણે આ સાથે આઠ મહિના પછી આવનારી ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયાર થઈ જવા હાકલ કરી હતી.  તેમણે જણાવ્યું હતું કે, આવી સરકારને ઘરે બેસાડવાનો વારો આવી ગયો છે. 2017 અને 2019 કોંગ્રેસ માટે છેલ્લી તક છે. તેના પછી મોકો નહીં મળે. આ કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ છે. કોંગ્રેસ સત્તા પર આવે તે જરૂરી છે. બધા મતભેદો ભૂલી કોંગ્રેસ કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર થાય.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram