Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું
Continues below advertisement
સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું છે ગામના ઉદ્યોગપતિ ના સહયોગથી વાગતે ગાજતે શોભાયાત્રા કાઢી પાંચ હજાર વૃક્ષોનું મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું
આ છે સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ ગામના ઉદ્યોગપતિના સહયોગથી ગામને હરિયાળું બનાવવા માટે અનેરૂ કદમ ભર્યું છે ગામની તમામ મહિલાઓ દ્વારા રામજી મંદિરથી વૃક્ષોની પોથી લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ પાંચ હજાર વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવેલ સતત ઉનાળામાં જે પ્રકારે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે આકરા તાપ માંથી મુક્તિ મેળવવા માટે વૃક્ષો વાવવા નિર્ણય લીધો છે જનજીવનને જીવવું મુશ્કેલ બનતું જાય છે તે માટે વધુમાં વધુ પર્યાવરણનો ઉછેર થાય તેવા હેતુથી પાંચ હજાર વૃક્ષો વાવી ને ગામને હરિયાળું બનવામાં માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
Continues below advertisement