અમદાવાદમાં રક્ષક જ ભક્ષકઃ પોલીસે છેડતી કરનારાને છોડી મુક્યો ને યુવતીઓને ફટકારી કપડાં ફાડી નાંખ્યા
Continues below advertisement
અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે છેડતીનો બનાવ બન્યો હતો. આ છેડતીના બનાવ બાદની ઘટનાના વીડિયો શહેરના વોટ્સએપ ગ્રૂપમાં તેના વીડિયો વાયરલ થયા છે. નરોડા પોલીસે છેડતી કરનારને છોડી મૂક્યાના આક્ષેપ સાથે યુવતીઓએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું. યુવતીઓ સંખ્યાબંધ વીડિયો ઉતાર્યા છે. વીડિયોમાં એક યુવતી કોઈ યુવક દ્વારા તેમની સાથે રહેલી યુવતીની છેડતી કરાઇ હોવા છતાં પોલીસ આરોપીને છોડી મૂકે છે અને ફરિયાદ કરનાર સામે જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવે છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળ અને પોલીસનો કાફલો વીડિયોમાં દેખાય છે. સાથે જ એક સિનિયર અધિકાર જેવા લાગતા વ્યક્તિ પર માર મારવાનો અને હાથપાઈ કરી હોવાનો યુવતીઓ આક્ષેપ લગાવે છે.
Continues below advertisement