અમદાવાદઃ રાયોટિંગના કેસમાં કેમ ન કરવામાં આવી હાર્દિક પટેલની ધરપકડ? જુઓ વીડિયો

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી જેલભેગા થવું પડે તેવી શક્યતા છે. વસ્ત્રાલના ભાજપ કોર્પોરેટર પરેશ પટેલના ઘરે જઈને હંગામો કરવાના મામલે તેની ધરપકડ થઈ શકે છે. હાર્દિકે આજે સવારે જાહેરાત કરી હતી કે તે આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આત્મસમર્પણ કરશે. આ માટે હાર્દિક પટેલ અત્યારે રીક્ષામાં બેસીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યો હતો. જોકે, તપાસ અધિકારી હાજર ન હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની ધરપકડ કરી નહોતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola