અમદાવાદઃ દારૂના નશામાં પોલીસકર્મી જાહેરમાં છરી લઈને મારવા દોડ્યો, વીડિયો વાયરલ
Continues below advertisement
અમદાવાદઃ શહેરની સુરક્ષા કરતી પોલીસ હવે પોતે જ દારૂ પી હાથમાં હથિયાર લઈને જો સામાન્ય લોકોને મારતી નજરે પડે તો કેવું લાગે???? જી હા આવું જ કંઈક બન્યું અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં. સરખેજ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો પોલીસકર્મી જાહેર રસ્તા પર ચિક્કાર દારૂ પી હાથમાં છરી લઈને સામાન્ય વ્યકતિને મારવા ગયો, પણ રસ્તા પર રહેલા લોકોએ તેને પકડી લીધો અને આ અંગેનો વીડિયો થયો વાયરલ. બીજીતરફ હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસકર્મીનો પુત્ર પણ ચિક્કાર દારૂ પીને રોડ પર ધમાલ કરતો હતો અને લોકોએ આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી.
વીડિયોમાં દેખાતા આ શખ્સનું નામ છે છત્રસિંહ અને તે સરખેજ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં આ સાહેબે અમદાવાદમાં દારૂબંધી હોવાં છતાં ભગવાન જાણે ક્યાંથી દારૂ લઇ આવ્યા અને દારૂ ઢીંચી પોતાની સાથે રહેલા પુત્રને પણ દારૂ પીવડાવ્યો અને બાદમાં અમરાઈવાડી વિસ્તારમાં પહોંચી 1 વ્યક્તિ સાથે પોતાની અંગત દુશ્મનાવટ કાઢવા માટે હાથમાં છરી લઇને મારવા પહોંચી ગયો. સાહેબ એટલી હદે દારૂના નશામાં હતા કે પોતે શું કરવા જઇ રહ્યા છે તેનું ભાન પણ ના રહ્યું.