અમદાવાદઃ શિક્ષિકાની હેવાનિયત, બાળકીઓને 40 મિનિટ સુધી કરાવી ઉઠક-બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ મણિનગરના જવાહર ચોક પાસે આવેલી લલિતા ગ્રીન લોન્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પર શિસ્તના નામે અત્યાચાર કરવામાં આવ્યો. ધોરણ-5માં અભ્યાસ કરતી હની શાળામાં બે ચોટલી વાળી ન આવતા તેને એક પીરીયડ સુધી એટલે કે અંદાજે 40 મિનિટ સુધી ઉઠક બેઠક કરાવામાં આવી હતી. જેના કારણે હનીની ઘરે ગયા બાદ તબિયત લથડતા સમગ્ર ઘટના સામે આવી હતી.
હનીના માથે ગુમડુ થયું હોવાના કારણે બે ચોટલી વાળી ન હતી. હનીના પિતા આ અંગે શાળામાં ફરિયાદ કરતા હાજર વિની મેડમે વાલી સાથે પણ ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું અને જે કરવું હોય તે કરી લો અમને કાંઈ નહીં થાય તેમ જણાવ્યું. સજા કરવાની બાબતે વિની મેડમ જણાવે છે કે નક્કર દાખલો બેસે તે માટે આ પ્રકારની સજા કરવામાં આવે છે. જો કે હનીના પિતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટે ફરિયાદ નોધાવી છે અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.