રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ થવાના સેશન્સ કોર્ટના નિર્ણયને અલ્પેેશ કથિરીયાએ હાઇકોર્ટમાં પડકાર્યો

પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ થયા બાદ સેશન્સ કોર્ટના હુકમની સામે અલ્પેશ કથીરિયાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. 15 જાન્યુઆરીના રોજ અલ્પેશ કથિરિયાના જામીન સુરતની સેશન્સ કોર્ટે રદ્દ કર્યા હતા. જે બાદ અલ્પેશ કથીરિયાના વકીલને 17 જાન્યુઆરીની સાંજે સેશન્સ કોર્ટના ચુકાદાની પ્રમાણિત નકલ મળી હતી. કોર્ટના હુકમની નકલ મળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા અંગેની ગતિવિધિ શરુ થઇ હતી. એક બાજુ સુરતના પોલીસ કમિશ્નરે અલ્પેશને તત્કાલ પકડવા અંગેના ચક્રો ગતિમાન કરાયા હોવાં અંગે એબીપી અસ્મિતા પર નિવેદન આપ્યું હતું, તો બીજી તરફ અલ્પેશ સામે થયેલી અલગ અલગ એફ.આઈ.આર. બાદ તેણે પોતાના જામીન રદ્દ થયા બાદ હાજર થઇ જવું કે હાઇકોર્ટમાં જામીન અરજી કરવી તેને લઇને પણ વિચારણા થયા બાદ હાઇકોર્ટમાં અરજી કરવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ અલ્પેશ કથીરિયાએ હાઇકોર્ટમાં ક્રિમિનલ રીવીઝન અરજી દાખલ કરી છે. આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola