લવ જેહાદ પર BJP ધારાસભ્યનું નિવેદન- અમારી દીકરીઓ પાછી લાવો નહીં તો તમારી દીકરીઓ પણ નહી રહે સુરક્ષિત

જયપુરઃ વિવાદાસ્પદ નિવેદનને કારણે  ચર્ચામાં રહેતા રાજસ્થાનના અલવરના બીજેપીના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ લવ જેહાદ પર નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના કહેવા પ્રમાણે, આહુજાએ કહ્યું હતું કે, લવ જેહાદ બંધ થવું જોઇએ અને જે હિન્દુ યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે તેમને તેમના ધર્મમાં પાછી લેવી જોઇએ. 

આહુજાએ ધમકી આપતા કહ્યું કે અમારી જે યુવતીઓને લવ જેહાદની લાલચ આપીને લઇ જવામાં આવી છે તેમને હું સમય આપું છું. તે યુવતીઓ પાછી આપો નહીં તો તમારી 10 યુવતીઓના બદલામાં 20, 20ના બદલામાં 40 અને 40ના બદલામાં 80 યુવતીઓ સુરક્ષિત રહેશે નહીં.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola