અમિત શાહને ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરાતાં ગુજરાત ભાજપમાં દિવાળી જેવો માહોલ, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીની સીટ ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. આ સિવાય લખનઉથી રાજનાથ સિંહ, નાગપુરથી નિતિન ગડકરી અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ઉમેદવાર જાહેર કર્યા છે.