બોલિવૂડના કયા-કયા મોટા સ્ટાર્સે ઈશા અંબાણીના લગ્નમાં મહેમાનોને પીરસ્યું ભોજન, જુઓ વીડિયો
Continues below advertisement
મુંબઇઃ દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની દીકરી ઇશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ પોતાના આલિશાન બંગલા એન્ટીલિયામાં કર્યા હતા. લગ્નમાં ફિલ્મ જગતથી લઇને સ્પોર્ટ્સ અને બિઝનેસથી લઇને રાજકીય હસ્તીઓને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંબાણીએ મહેમાનોમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન પણ સહપરિવાર સામેલ થયા હતા.
ઇશા અંબાણીના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન પોતાના હાથથી મહેમાનોને જમવાનું પીરસી રહ્યા છે. ઇશાના લગ્નમાં મહેમાનોને ઢોકળાથી લઇને ખાંડવી અને થેપલાથી લઇને ઉંધિયુ પિરસવામાં આવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન, રજનીકાંત પણ લગ્નમાં સામેલ થયા હતા.
Continues below advertisement