આવતીકાલથી AMTSના માસિક પાસ બંધ, મનપસંદ માસિક પાસ સર્વિસ પણ કરાઇ બંધ

Continues below advertisement

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્ધારા આપવામાં આવતા માસિક પાસ આવતીકાલથી બંધ થઇ જશે. આવતીકાલથી AMTS દ્ધારા માસિક સર્વિસ પાસ, વિદ્યાર્થી પાસ અને મનપસંદ માસિક સર્વિસ પાસ બંધ કરવામાં આવશે. 

જોકે, એએમટીએસ દ્ધારા ત્રિમાસિક સર્વિસ પાસ ચાલુ રાખવામાં આવ્યા છે અને આ માટે જનમિત્ર કાર્ડ આપવામાં આવશે. ત્રિ-માસિક પાસ માટે આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે. જૂના એકપણ પાસ રિન્યુ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, ત્રિમાસિક પાસ માટે AMTS દ્ધારા ICICI બેંકના 'જનમિત્ર' સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. 'જનમિત્ર' સ્માર્ટ કાર્ડનો અમલ તાત્કાલિક ધોરણે 1લી એપ્રિલથી કરવામાં આવશે. તે સિવાય ત્રિમાસિક પાસ મેળવવા માટે મુસાફરોને લાલ દરવાજા, વાડજ તથા સરંગપુર ટર્મિનલથી ફોર્મ મળશે. દર વખતે નવેસરથી ફોર્મ ભરી કાર્ડ ઇશ્યુ કરાવવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram