આણંદઃ ધર્મજ પાસે લક્ઝરી બસ પલટી જતાં બેના મોત, 20ને ગંભીર ઇજા, જુઓ વીડિયો

આણંદ: ધર્મજ-તારાપુર હાઈ-વે પર દંતેલી પાટીયા પાસે ગઈ કાલે મંગળવારે બપોરે લક્ઝરી બસનો અકસ્માત થતાં બે લોકોના મોત થયા છે. જ્યારે 20ને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઇવરે ઓવરટેક કરવા જતાં બસ પલટી મારી ગઈ અને ઝાડ સાથે અથડાઈ હતી. જેથી તેમાં સવાર 55 મુસાફરોને શરીર-માથાના ભાગે નાની-મોટી ઈજા પહોંચી હતી જ્યારે બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તાપી જિલ્લાના ઉકાઈ ગામેથી બસમાં બેસી મુસાફરો બોટાદ પાસેના તુરખા ગામે ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. જ્યાંથી પરત ફરતી ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola