લક્ઝરી કારમાં બેસેલા યુવકે રસ્તા પર ફેંકી બોટલ, નારાજ અનુષ્કા શર્માએ આ રીતે ભણાવ્યો પાઠ

Continues below advertisement

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એક લક્ઝરી કારમાં બેસેલા યુવકને રસ્તા પર કચરો ફેંકવાને લઇને સમજાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક કારમાંથી યુવક ખાલી પાણીની બોટલને રસ્તા પર ફેંકે છે જેનાથી નારાજ અનુષ્કા તેને સમજાવવા લાગે છે. તે સમયે પતિ વિરાટ કોહલી વીડિયો બનાવી રહ્યો હોય છે.  કેપ્ટન કોહલીએ આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

લક્ઝરી કારમાં બેસેલો યુવક પ્લાસ્ટિકની બોટલ રસ્તા પર ફેંકે છે ત્યારે અનુષ્કા શર્મા પોતાની કારની વિન્ડો ગ્લાસ નીચે કરે છે અને યુવકને સવાલ કરે છે કે તમે રસ્તા પર કચરો કેમ ફેંકી રહ્યા છો? તમે પ્લાસ્ટિકની બોટલ રસ્તા પર કેમ ફેંકી રહ્યા છો? આગળથી ધ્યાન રાખજો, તમે રસ્તા પર આવી રીતે પ્લાસ્ટિકની બોટલ ન ફેંકી શકો.

કેપ્ટન કોહલી આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, આ લોકોને રસ્તા પર કચરો ફેંકતા જોઈને સરખી રીતે સમજાવ્યા. શું આવા લોકો આપણા દેશના સ્વચ્છ રાખી શકે છે? આ મોંઘી કારમાં ફરે છે પરંતુ તેમનું મગજ ખરાબ છે, જો તમે પણ કોઈને આમ કરતા જુઓ તો તેમને રોકીને જાગૃતતા ફેલાવો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram