ગમ્મત સાથે જ્ઞાન પરિસતાં આ શિક્ષક સોશિયલ મીડિયા પર છે હોટ ફેવરીટ, જુઓ નવો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાલનપુર: બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળાના આ શિક્ષક દ્વારા અભિનય ગીતથી ગમ્મત સાથે બાળકોને શિક્ષણ અપાય રહ્યું છે. બાળકો પણ શિક્ષક સાથે હોંશે હોંશે ગાઇ રહ્યા છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આ શિક્ષક કોણ છે, તે જાણવાનું સૌને મન થાય. આ શિક્ષકનું નામ છે રોહિતકુમાર ચંદુભાઈ પટેલ. એબીપી અસ્મિતા આ શિક્ષક અને સ્કૂલ પર પહોંચ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમના આ પ્રયોગને કારણે વિદ્યાર્થીઓમાં શિક્ષકો સામેનો ડર રહ્યો નથી અને તેમના દરેક પ્રોબ્લેમ અમે સોલ્વ કરી શકીએ છીએ અને અમે તેમને ગમ્મત સાથે જ્ઞાન આપી રહ્યા છીએ.