ભારતીય મોડલની ગદ્દારી, ભારતમાં રહેતી હોવા છતાં પાકિસ્તાનની ટીમને કરશે સપોર્ટ, જાણો કોણ છે એ મોડલ ?
Continues below advertisement
મુંબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને પોતાનો પ્રેમી ગણાવનારી મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન પાકિસ્તાન જીતે તેવી આશા રાખે છે. અર્શી ખાને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પાકિસ્તાન ટીમને સપોર્ટ કરતી જોવા મળી રહી છે.
અર્શી ખાન પાકિસ્તાન ટીમનું સમર્થન કરતા દુઆ કરી રહી છે કે ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમ જીતે. એક્ટ્રેસે પોતાના આ વીડિયોમાં પાકિસ્તાની મીડિયાને પણ અપીલ કરી રહી છે કે તે પોતાની ટીમને સપોર્ટ કરે. અર્શી ખાને ભારતીય ટીમને શુભકામના આપી છે પરંતુ તે ઇચ્છે છે કે મેચમાં પાકિસ્તાનની ટીમ વિજયી બને.
Continues below advertisement