હેલિકોપ્ટરમાં ચઢતા સમયે જેટલીનો હાથ લપસ્યો, માથામાં વાગતા થયા બેહોશ, જુઓ વીડિયો
નવી દિલ્લીઃ કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલી આજે હરિદ્ધારમાં હેલિકોપ્ટર પર ચઢતા સમયે પડી જતાં તેમના માથામાં ઇજા પહોંચી છે. કહેવામાં આવી રહ્યુ છે કે પડી જતાં અરુણ જેટલી બેહોશ થઇ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને દિલ્લી લાવવામાં આવી રહ્યા છે.
જેટલી પતંજલિ તેમજ હર્બલ ફ્રૂડ પાર્કમાં સન્માન સમારોહ પરથી પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. તેઓ હેલિકોપ્ટર પર ચઢતા સમયે તેમનો હાથ લપસી પડતા તેઓ નીચે પડી ગયા હતા.