આસારામને સજા થતાં જ કોંગ્રેસે મોદીને નિશાન બનાવીને આ વીડિયો કર્યો પોસ્ટ, જુઓ વીડિયો
દુષ્કર્મ કેસમાં આજે જોધપુર કોર્ટે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે શિલ્પી અને શરદને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જોકે આસારામને આજીવન સજા સંભળાવતા તે કોર્ટની અંદર જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો. આ ઉપરાંત મુખ્ય સેવાદાર શિવા અને રસોઇયો પ્રકાશને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.