આસારામની તબિયત લથડી, જેલમાં એમ્બ્યુલન્સ બોલાવાઇ, જુઓ વીડિયો
જોધપુરઃ આસારામ સામેના બળાત્કાર કેસમાં જોધપુર કોર્ટે આજે તેમને દોષિત જાહેર કર્યા છે. હવે ગમે ત્યારે કોર્ટ સજા સંભળાવી શકે છે. ત્યારે છેલ્લા એક કલાકથી આસારામ કોર્ટમાં ઊભા છે. હાલ તેમની તબિયત લથડી હોવાના સમાચાર મળ્યા છે. તેમની તબિયત લથડતાં જેલમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાય તેવી પણ શક્યતા હતી, પરંતુ સામે આવ્યું છે કે, તેમને હોસ્પિટલ નહીં લઈ જવાય.