વડોદરાઃ ભાજપના ધારાસભ્યોનો આશાવર્કર બહેનોએ કર્યો ઘેરાવ, ધારાસભ્યે શું કહ્યું? જુઓ વીડિયો
વડોદરામાં ભાજપના ધારાસભ્ય સતીષ પટેલને આશા વર્કર બહેનોના રોષનો ભોગ બન્યા. આશા વર્કર બહેનોએ કરજણના ધારાસભ્ય સતીષ પટેલનો ઘેરાવ કર્યો અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. આશા વર્કરોનો પીછો છોડાવવા મોદીના નામનો સહારો લીધો. વિવિધ પડતર માંગણીઓને લઇને છેલ્લા કેટલાય દિવસથી આંગણવાડીની બહેનો વિરોધ પ્રદર્શન અને ધરણા યોજી રહી છે. ગત અઠવાડિયે આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે માનવ સાંકળ રચીને વિરોધ નોંધાવ્યો હતો..