ઇન્ડોનેશિયામાં ત્રણ ચર્ચ પર આત્મઘાતી હુમલો, છ લોકોના મોત
જકાર્તાઃ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયામાં આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 13થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. હુમલાખોરોએ અહીં ત્રણ ચર્ચને નિશાન બનાવીને એટેક કર્યો હતો, માનવામાં આવે છે કે આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી બે અઠવાડિયા પછી ઇન્ડોનેશિયાના પ્રવાસે જવાના છે.