Video: ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ફરી ખુલ્લા પડ્યા, બોલ ટેમ્પરિંગનો વધુ એક વીડિયો આવ્યો સામે
બોલ ટેમ્પરિંગ વિવાદથી ઑસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. સાઉથ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં બેટ્સમેન કેમરન બેનક્રૉફ્ટ બોલને ટેપથી ઘસતો નજરે પડ્યો હતો. હવે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કથિત રીતે પોતાના ખિસ્સામાં ખાંડ ભરતો દેખાય છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બેનક્રૉફ્ટ સિડનીમાં રમાયેલી પાંચમી એશીઝ ટેસ્ટ મેચમાં મેદાન પર જતા પહેલાં પોતાના હાથમાં ખાંડ લઈ રહ્યો છે. આ મેચ ગત ચોથી જાન્યુઆરીએ રમાઈ હતી. આ મેચમાં ઑસ્ટ્રેલિયા 123 રને જીતી ગયું હતું. ઉપરાંત પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ઑસ્ટ્રેલિયાએ 4-0થી પોતાને નામે કરી દીધી હતી.