ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારો છો ? પહેલા આ 5 મુદ્દાને સમજી લો

પેટ્રોલ પંપ જેવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો હજું બન્યા નથી. તેથી, કાર ચાર્જ કરવામાં સમસ્યા આવી શકે છે. ઘરથી ચાર્જિંગ સ્ટેશન કેટલું દૂર છે તે તપાસો જેથી બેટરી ખતમ થાય તે પહેલા ત્યાં પહોંચી શકાય છે. એક જ ચાર્જ પર 200-250 કિમી સુધીનો પ્રવાસ કરી શકે છે. તમારે તે મુજબ  પ્લાનિંગ કરવું જોઈએ. આ કાર ચાર્જ થતાં 9 કલાક જેટલો સમય લાગે છે. જો ડીસી ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરીએ તો એક કલાકમાં 80 ટકા ગાડી ચાર્જ થશે. એ પણ ધ્યાન રાખો કે છેલ્લા 20 ટકા ચાર્જ થવામાં વધુ સમય લે છે કારણ કે,  લિથિયમ ઓયન બેટરીને પિઝર્વ્ડ રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઇલેક્ટ્રિક કારની કિમંત અન્ય કારની સરખામણી 20થી 25 ટકા વધુ મોંઘી છે. જો કે ઓપરેટિંગ કોસ્ટને  જોતા આ કોસ્ટ મોટો મુદ્દો નથી કારણ કે ઇલેક્ટ્રિક કારને પ્રતિ કિલોમીટર ચલાવતા 1.2 -1.4 રૂપિયાનો ખર્ચ આવે છે જયારે પેટ્રોલની કાર પર પ્રતિ કિલોમીટર 8થી9 રૂપિયાનો ખર્ચ આવે છે. ઇલેક્ટ્રિક કાર પ્રદૂષણ નથી ફેલાવતી તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે સબસિડી પણ આપી રહી છે. એટલે કે ઉદાહરણ તરીકે જો દસ લાખની કારની કિંમત હશે તો સરકાર તરફથી 2 લાખની સબસિડી મલશે ઉપરાંત ઇલેક્ટિક કાર ખરીદવા પર લોન પર 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં  છૂટ મળી શકે છે. સૌથી મહત્વનું વાત એ પણ છે કે, ઇલેક્ટ્રિક કારનું મેન્ટેન્સ ઓછું છે અને તેના પાર્ટસ પણ મોંઘા નથી 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola