દુખદ પણ સત્યઃ કમાણીના મામલે પટાવાળા કરતાં પણ પાછળ છે દેશનો ખેડૂત
દેશનો ખેડૂત આપણા માટે અનાજ, ફળ અને શાકભાજી ઉગાડે છે તેમ છતા દેશનો ખેડૂત સરકાર અને બેંકો પાસે લોન માટે હાથ ફેલાવવા મજબૂર છે. દેશના મોટાભાગના ખેડૂત આવકના મામલે સરકારી પટાવાળા કરતાં પણ પાછળ છે. આજે બિહારના સીએમ નીતીશ કુમારે કહ્યું કે, દેશમાં ખેડૂતની આવક ચોથા વર્ગના કર્મચારી કરતાં પણ ઓછી છે.