બદ્રીનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, એન્જિનિયરનું મોત, પાંચ વડોદરાના યાત્રીઓનો બચાવ

Continues below advertisement
આજે વહેલી સવારે વડોદરા ના તીર્થયાત્રીઓ ને લઈને જતું હેલિકોપટર બદ્રીનાથ માં ક્રેસ થયું હતું. જોકે પાંચેય શ્રધ્ધાળુઓનો બચાવ થયો હતો. વડોદરા ના હરણીરોડ પર રહેતા નવીનભાઈ પટેલ તેમના જ્યોત્સનાબેન અને હરીશભાઈ રાઠોડ, લીલાબેન રાઠોડ, અને રમેશભાઈ પટેલ 6 જૂન ના રોજ ચારધામ ની યાત્રા એ ગયા હતા. યમુના, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ની યાત્રા બાદ સવારે 8 વાગે ખાનગી કંપની ના હેલિકોપટર મા પરત ફરી રહયા હતા ત્યારે હેલિકોપટર  બદ્રીનાથ થઈ ઉડતાની સાથેજ તૂટી પડ્યું હતું. જેમાં ચીફ એન્જીનીઅર નું મોત થયું હતું જ્યારે પાઇલોટ ને ઇજા થઇ હતી પરંતુ વડોદરા ના પાંચેય તીર્થયાત્રી નો  સલામત બચાવ થયો હતો. નવીનભાઈ એ તાત્કાલિક વડોદરામાં તેમના દીકરા સિદ્ધાર્થને દુર્ઘટના ની જાણ કરી હતી. હવે 12 તારીખે તીર્થ યાત્રીઓ પરત ફરશે. જોકે તમામ પાંચેય યાત્રીઓ નો બચાવ થતા પરિવારજનોએ રાહત નો દમ લીધો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram