પ.બંગાળના બશીરહાટ જતા પોલીસે રોક્યા તો BJP સાંસદે શું આપી ધમકી, જુઓ વીડિયો

Continues below advertisement

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, દાર્જિલિંગના લોકોને અપીલ કરુ છું કે તેઓ હિંસા ન કરે અને શાંતી બનાવી રાખવાનો પ્રયાસ કરે. મમતાએ કેંદ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે તણાવ વચ્ચે કેંદ્ર સરકાર તરફથી કોઈપણ પ્રકારનો સામંજસ્ય પૂર્ણ વ્યવહાર જોવા નથી મળ્યો. સરહદી વિસ્તારોમાં વિદેશી તાકતોના કારણે તણાવ છે અને ભાજપ સાથે તેમના સંબંધો સારા છે. તેમણે કહ્યું લોકતંત્રમાં હમેશા વાતચીતની આશા હંમેશા બની રહે છે પરંતુ પહેલા શાંતી જાળવી રાખવી જરૂરી છે. મમતાએ કહ્યું, અમે બદુરિયા અને બાશિરહાટમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસની માંગ કરીશું.

બીજી તરફ પશ્ચિમ બંગાળના બશીરહાટમાં એક આપત્તિજક પોસ્ટ બાદ ભડકેલી હિંસાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. આજે ભાજપનું એક પ્રતિનિધિ મંડળ બશીરહાટ જવા માટે દિલ્લીથી નિકળ્યું હતું જેને કોલકાતા એયરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા.

ભાજપા અધ્યક્ષ અમિત શાહે બશીરહાટની સ્થિતિની જાણકારી મેળવવા માટે ઓમ માથુર, મીનાક્ષી લેખી, સત્યપાલ સિંહ અને કૈલાશ વિજય વર્ગીયની એક કમિટી બનાવી અને તેમને મોકલ્યા છે. આ ટીમે પં,બંગાળના પ્રભાવિત વિસ્તારની જાણકારી મેળવાની હતી પરંતુ તેમને એયરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે લડી પડ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram