બેટ્સમેને માર્યો વિચિત્ર શોટ, સોશિયલ મીડિયાએ આપ્યું રસપ્રદન નામ, જુઓ Video
નવી દિલ્હીઃ જ્યારથી ક્રિકેટના નાના ફોર્મેટ ટી20ની શરૂઆત થઈ છે ત્યારથી બેટ્સમેન અનેક પ્રકારના નવા શોટ રમતા થઈ ગયા છે. ઇંગલેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનનો સ્વિટ હિટ શોટ સૌથી પહેલા સમે આવ્યો હતો. હાલમાં આવો જ એક શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેટ્સમેન તમામ પ્રકારના શોટ અજમાવે છે, પોતના બેટને તલવારની જેમ ફેરવ્યું. બાદમાં સ્વિટ હિટ કરવા માટે સ્ટમ્પ સુધી ફર્યો. બાદમાં તેને પેડલ સ્કૂપ સોટ લગાવ્યો અને બોલને ફાઈન લેગમાં બાઉન્ડ્રી મારી. જોકે આ મેચ ક્યાં રમાયો છે તેની જાણકારી મળી નથી પરંતુ આ વીડિયોને જોઈને ફેન્સે બેટ્સમેનને ટ્રોલ કર્યો અને આ શોટને ‘હેલીસ્કૂપ’ નામ આપ્યું.