ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ અર્જુન એવોર્ડ માટે બે ગુજરાતી સહિત કુલ 4 ક્રિકેટરોના નામની ભલામણ કરી છે. બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામની ભલામણ કરી છે. સીઓએ દ્વારા આજે દિલ્હીમાં મહાપ્રબંધક સબા કરીમ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં કરીમે સીઓએને આ ખેલાડીઓના નામ સુચવ્યા હતા.