ભાવનગરઃ જમીન વિવાદ મામલે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ, ટિયરગેસના સેલ છોડ્યા
Continues below advertisement
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી અને તેની આજુબાજુના 12 ગામોની જમીનનો કબજો મેળવવાની સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 12 ગામોની જમીન પ્રશ્ને આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે આ મામલે 50થી વધુની અટકાયત કરી હતી.
જીપીસીએલ કંપની દ્વારા આજથી ઘોઘા તાલુકાના બાડી ગામે થર્મલ પાવર પ્લાન્ટ માટેના કાચા ઇંધણ માટેની જમીન પર કબજો જમાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી જેના વિરોધમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોના વિરોધપ્રદર્શનને રોકવા માટે પોલીસ અને એસઆરપીના 700થી વધારે જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
Continues below advertisement