કોણ બની શકે છે UPમાં બીજેપીના મુખ્યમંત્રી? ક્યા કેન્દ્રિયમંત્રી છે સૌથી પ્રબળ દાવેદાર
નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશમાં એક્ઝિટ પોલ બીજેપીને સૌથી મોટી તરીકે ઉભરી આવી છે ત્યારે જો બીજેપી ઉત્તરપ્રદેશમાં સત્તા પર આવે તો બીજેપી તરફથી કોણ મુખ્યમંત્રી બનશે તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. બીજેપી તરફથી મુખ્યમંત્રીના દાવેદારમાં સૌ પ્રથમ નામ ગૃહમંત્રી રાજનાથસિંહનું આવે છે. રાજનાથસિંહ લખનઉથી સાંસદ છે. તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પૂર્વાચલમાં બીજેપીના સૌથી લોકપ્રિય નેતા છે.
બીજેપી તરફથી મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રિય મંત્રી મનોજ સિન્હા પણ સામેલ છે. તે સિવાય યોગી આદિત્યનાથ, દિનેશ શર્મા, સહિત પ્રદેશ અધ્યક્ષ કેશવપ્રસાદ મોર્ય પણ મુખ્યમંત્રીના દાવેદાર મનાય છે.
અમિત શાહના નજીકના મનાતા મનોજ સિન્હા મુખ્યમંત્રીના દાવેદારમાં સૌથી પ્રબળ ગણાય છે. જ્યારે બીજેપીના હિન્દુત્વના પોસ્ટર બોય યોગી આદિત્યનાથ પણ મુખ્યમંત્રીના દાવેદાર મનાય છે.