UPના ધારાસભ્યે મોદીની નકલ કરીને હજયાત્રીઓને આપી ધમકી, આતંકવાદીઓને પણ શું કહ્યું ? જુઓ વીડિયો
લખનઉ: અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રધ્ધાળુઓ પર હુમલા બાદ ભાજપના ધારાસભ્ય વ્રજભૂષણ રાજપૂતે એક વિવાદિત નિવેદન આપ્યું છે. યૂપીના ચરખારીથી ભાજપના ધારાસભ્ય વ્રજભૂષણ રાજપૂતે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં પહેલા તો અમરનાથ યાત્રીકો પર થયેલા હુમલાની નિંદા કરવામાં આવી છે પરંતુ અચાનક તેમણે મુદ્દો બદલી નાખ્યો અને તેને રામ મંદિર સાથે જોડી દિધો. ધારાસભ્યે ત્યાં સુધી કહ્યું કે જો રામ મંદિર નહી બને તો હજ પર જવા દેવામાં નહી આવે.