સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિસ્તારમાંથી સ્થાનિકોની લારીઓ હટાવવાના મુદ્દે MP મનસુખ વસાવાએ IAS રાજીવ ગુપ્તાને આપી ચેતવણી, જુઓ વીડિયો
રાજપીપળાના કેવડિયા ખાતે તંત્ર દ્વારા સ્થાનિક લોકોની લારીઓ હટાવી દેવાતા સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી અને નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા. તેણે કહ્યું કે, અંગ્રેજ વાઇસરોય ગુપ્તાના મગજમાં જ વિચાર આવે છે કે, આદિવાસીઓ લારી કરશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા ઘટશે, આદિવાસીઓની જીવનશૈલી તેઓને ગમતી નથી. હું અંગ્રેજની માનસિકતા ધરાવતા ગુપ્તાને ચેતવણી આપું છું કે, આદિવાસી લોકો જોડે ચર્ચા કર્યાં પછી જે નિર્ણય લેવા હોય તે લે. આદિવાસીઓની રોજીરોટી અને જીવનશૈલી જોડે છેડછાડ ન કરે. રાજીવ ગુપ્તાને કારણે અહિયાનું વાતાવરણ ડહોળાય છે. ગુપ્તા અહીં પોતાની મનમાની કરે છે.