સોમનાથઃ ભાજપનાં મહિલા સાંસદે કોગ્રેસના ધારાસભ્ય સાથે મળી ડાયરામાં કર્યો નોટોનો વરસાદ, જુઓ વીડિયો
ગીર સોમનાથઃ ગીર સોમનાથના બોડીદરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. ડાયરામાં ભાજપના સાંસદ પૂનમ માડમ અને રાજૂલાના ધારાસભ્ય અમરીશ ડેરે પણ નોટો ઉડાવી હતી. ડાયરાનું આયોજન આહીર એકતા મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ ડાયરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.