ભાજપને ફટકોઃ ગુજરાત ભાજપના કયા સંસદસભ્યનો પુત્ર કોંગ્રેસમાં જોડાયો? જુઓ વીડિયો

Continues below advertisement
ગોધરાઃ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવિણસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાઇ જતાં પંચમહાલમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. પ્રવિણસિંહ ગત વિધાનસભાની ચુંટણીમાં ગોધરા ખાતેથી ભાજપમાંથી ચુંટણી લડ્યા હતા. જોકે, નજીવી સરસાઈથી હારી ગયા હતા. ત્યારે આજે પ્રવિણસિંહ પોતાના 1000 જેટલા સમર્થકો સાથે ગોધરા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કોગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયેલા પ્રવિણસિંહે 30 વર્ષ સુધી પક્ષ માટે કામ કર્યા બાદ પણ કોઈ હોદ્દો ન આપ્યો અને આ જીલ્લા પંચાયત ચુંટણીમાં ઘોઘંબાથી વિજેતા થનારને પ્રમુખ બનાવ્યા તેવો બળાપો વ્યક્ત કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram