સુરતમાં ભારે વરસાદ પછી મુસાફરો સાથેની BRTS બસ પાણીમાં ફસાઇ, જુઓ કેવી રીતે કરાયું રેસ્ક્યૂ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ સુરતમાં ભારે વરસાદ પછી શહેરના એ.કે. રોડ પર પાણી ભરાઇ ગયા હતા. દરમિયાન એક બીઆરટીએસ બસ આ પાણીમાં અધવચ્ચે ફસાઇ ગઈ હતી. જેને કારણે બસમાં બેઠેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે, તેમને સ્થાનિકો અને ફાયરબ્રિગેડના જવાનોએ સહિસલામત બહાર કાઢ્યા હતા. અત્યારે ફાયરના જવાનો બીઆરટીએસ બસને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત શહેરના વરાછા સહિતના અનેક વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ભારે વરસાદને કારણે સુરતીવાસીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી.
આ ઉપરાંત શહેરના વરાછા સહિતના અનેક વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ભારે વરસાદને કારણે સુરતીવાસીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી.