Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

Continues below advertisement

Kutch Earthquake | કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભારત-પાક સરહદે 2.6 તીવ્રતાનો આંચકો અનુભવો. આજે વહેલી પરોઢે 4:45 નોંધાયો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડા થી 34 કિમી દૂર નોંધાયું છે. નોંધનીય છે કે, કચ્છમાં અવાર-નવાર આવા નાના ભૂકંપના ઝટકા આવતા રહે છે. ત્યારે આજે ફરી એકવાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, ભૂકંપના આંચકાની તિવ્રતા ખૂબ ઓછી હતી. જેને કારણે કોઈ જ પ્રકારનું નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી. 

કચ્છમાં વર્ષ 2000માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેમાં અનેક માનવ જીંદગી હોમાઇ ગઈ હતી અને મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. જોકે, આ પછી કચ્છની કાયાપલટ પણ થઈ ગઈ હતી અને કચ્છ ફરીથી બેઠું થયું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram