કોરોના મહામારીના કારણે માટીકામના વેપારીઓને ફક્ત 40 ટકાનો થયો વેપાર, જુઓ વીડિયો
Continues below advertisement
દિવાળીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના કાળમાં માટીકામના વેપારીઓ માટે દીવા તળે અંધારું એ કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે. કોરોનાના કારણે આ વર્ષે માટીકામના વેપારીઓને ફક્ત 40 ટકાનો જ વેપાર થયો છે અને 60 ટકા જેટલુ નુકસાન થયું છે. આ વર્ષે દીવડાના ભાવ જે ગત વર્ષે હતા 50થી 70 રૂપિયા ડિઝાઇન એ જ ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે પરંતુ ખરીદવા માટે કોઈ જ નથી આવી રહ્યા. માટીકામના વેપારીઓને દર વર્ષે મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકમાં સૌથી વધારે કોડિયા બનાવવાનો ઓર્ડર મળતો હોય છે પરંતુ આ વર્ષે ખૂબ જ ઓ છા ઓર્ડર બનવાના કારણે વેપારીઓના ઘરે દિવાળીમાં દીવડા પ્રજવલિત નહીં થાય
Continues below advertisement