જૂનાગઢનો કહેવાતો વીડિયોઃ બે સિંહને પછાડી ઉપર બેસી ગયો કૂતરો, જુઓ આશ્વર્યજનક વીડિયો
જૂનાગઢઃ તાજેતરમાં જ એક કૂતરા દ્ધારા બે સિંહોને પછાડીને તેમના પર બેસી જતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોતા લાગે છે કે આ કોઇ ઝૂમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક કૂતરો ઝૂમાં આવેલા સિંહોના પાંજરામાં ઘૂસી જાય છે અને સિંહોને ભસવા લાગે છે અને તેમને નીચે પાડી દે છે. સિંહો પર ઘૂરકીને કૂતરો તેમને ડરાવતો જોવા મળી રહ્યો છે.