સુરત: ખટોદરા વિસ્તારમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આંતક, CCTVમાં થઈ કેદ
સુરતના ખટોદરા વિસ્તરમાં આવેલા સરસાના ગામમાં ચોર ગૅગ સક્રીય થઈ છે. છેલ્લા એક મહિનાથી સરસાના ગામમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ આ ગામને ચોરી માટે નિશાન બનાવે છે. ચોરી કરવા આવેલી આ ગેંગ સીસીટીવીમાં કેદ થઈ હતી. ગેંગ એ અત્યાર સુધી લાખો રૂપિયાની ચોરી કરી છે. એક ઘર ને નિશાન બનાવી 40 લાખ ની મતા પર હાથ સાફ કર્યો હતો. ત્યારે ગામના મંદીર ને પણ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હતી. ગામવાસીઓ એ અત્યાર સુધી 5 ચોરોને પકડી ખટોદરા પોલીસ ને કર્યા છે.